ભારતની પાસે ઘણી એવી મિસાઈલો છે, જેના કારણે દુશ્મન દેશ ટેન્શનમાં રહે છે. ભારતની પાસે અગ્નિ સિરિઝની 1થી લઈને અગ્નિ 5 સુધીની મિસાઈલ પાવર છે પમ હિન્દુસ્તાન આ મિસાઈલોમાં નવી ટેક્નિકનો ઉપયોગ કરવા ઈચ્છે છે જેથી એક્યુરેસી અને ઝડપમાં વધારો કરવામાં આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત અગ્ની સિરિઝની બેલેસ્ટિક મિસાઈલના પરિક્ષણની તૈયારી કરી રહ્યુ છે.
ઓડિશા તટની પાસે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ મિસાઈલનો ટેસ્ટ થશે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પરીક્ષણ 11 અને 16 માર્ચની વચ્ચે ક્યારેય પણ થઈ શકે છે. એટલે કે 48 કલાક બાદ કોઈ પણ સમયે ભારતની અગ્ની શક્તિનું વીડિયો ટ્રેલર રિલિઝ થઈ શકે છે. પરીક્ષણ માટે બંગાળની ખાડીમાં 3500 કિલોમીટર રેન્જમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સંભાવના છે કે આ પરીક્ષણમાં 3 મિસાઈલોમાંથી કોઈ એક કે બે કે ત્રણનું પરીક્ષણ થશે.જે મિસાઈલોનું પરીક્ષણ થવાનું છે, તેમાં અગ્નિ-3, અગ્નિ-4 અને સબમરીનથી લોન્ચ થનારી K-4 મિસાઈલ છે. ભારત પાસે એવા ઘાતક શસ્ત્રો છે જેના નામ દુશ્મનો માટે દુઃસ્વપ્નથી ઓછા નથી, પરંતુ અગ્નિ મિસાઈલ એ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ યુદ્ધ સૈનિક છે જે દૂરના દુશ્મનને મિનિટોમાં જ ખતમ કરી શકે છે.