Connect Gujarat
દેશ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર વરુણ એરોને ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની કરી જાહેરાત

ભારતીય ટીમના ફાસ્ટ બોલર વરુણ એરોને ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની કરી જાહેરાત
X

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. રાજકોટમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ઈન્ડિયન બોલર્સે ઈંગ્લેન્ડના બેટ્સમેન સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સ્ટાર ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરીને તમામ લોકોને હેરાન કરી દીધા છે.

34 વર્ષીય વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 65 મેચ રમી છે અને 168 વિકેટ લીધી છે. વરુણ એરોન ઝારખંડની ટીમ તરફથી મેચ રમી છે અને અત્યાર સુધીમાં 34ની સરેરાશથી વિકેટ લીધી છે. વરુણ એરોન જણાવે છે કે, તેમનું શરીર તેમને સાથ આપતું નથી, જેથી તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા માંગે છે.

વરુણ એરોન ભારતીય ટીમ માટે પણ ક્રિકેટ રમી છે. વરુણ એરોને ભારત માટે 9 ટેસ્ટ મેચ રમી છે અને 18 વિકેટ લીધી છે, 9 વન ડે મેચમાં 11 વિકેટ લીધી છે. વરુણ એરોને વર્ષ 2011માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2015માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. વરુણ એરોનને સૌથી ફાસ્ટ બોલર ગણવામાં આવે છે, પરંતુ ઈજાને કારણે ટીમમાં ફરીથી સ્થાન મેળવી શક્યા ન હતા.

Next Story