ભારત ફૂટબોલ ટીમે રચ્યો ઇતિહાસ, ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઇનલમાં લેબનોનને 2-0થી હરાવી બીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું

New Update

ભારતે રવિવારે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઇનલમાં લેબનોનને 2-0થી હરાવી બીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું. જણાવી દઈએ કે કલિંગા સ્ટેડિયમમાં 12,000 ફૂટબોલ ચાહકોની સામે રમાયેલી ખિતાબી મુકાબલામાં સુનીલ છેત્રી 46મી મિનિટ પર અને લલિયાન્ઝુઆલા છાંગટે 66મી મિનિટએ ભારત તરફથી ગોલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાર ટીમોની ટુર્નામેન્ટમાં ભારત સામે એક પણ ગોલ થયો ન હતો. ગુરુવારે ભારત અને લેબનોન વચ્ચે લીગ મેચ ઝીરો ગોલ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

જણાવી દઈએ કે ફાઈનલના પ્રથમ હાફમાં પણ બંને ટીમોમાંથી કોઈ પણ બોલ નેટ સુધી પહોંચી શક્યું ન હતું. લેબનોન પર સતત દબાણ રાખવા છતાં ભારત ખાતું ખોલવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. કેપ્ટન છેત્રીએ પાંચમી મિનિટે સાહલ અબ્દુલ સમદને ક્રોસ આપ્યો હતો પરંતુ લેબનીઝ બોક્સમાં ઊભો રહેલો સાહલ તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. મેચની 22મી મિનિટે લેબનીઝ કેપ્ટન હસન માતુક ભારતીય ગોલની નજીક આવ્યો હતો પરંતુ તેનો ખરાબ શોટ ભારત માટે હાનિકારક રહ્યો હતો. પ્રથમ હાફમાં એક પણ ટાર્ગેટ ન ફટકારી શકનાર ભારતીય ટીમે બીજા હાફની શરૂઆત થતાં જ ખાતું ખોલાવી દીધું હતું.

Latest Stories