New Update
/connect-gujarat/media/post_banners/09e9518b4c1730de3a8d66966b4b9ba9780afaf59f54a495e15b90980e9ca2ef.webp)
આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત સારી થઈ છે અને રેકોર્ડ હાઈ સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ છે. NSEનો નિફ્ટી 19612ની નવી ઐતિહાસિક ઊંચાઈએ ખૂલ્યો હતો. સેન્સેક્સમાં ટ્રેડિંગ ઓલ ટાઈમ હાઈની નજીક ખુલ્લું છે.
આજના કારોબારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ છે અને NSE નિફ્ટી 47.65 પોઈન્ટ્સ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,612.15 ના રેકોર્ડ હાઈ પર ખુલ્યો છે. બીએસઈનો સેન્સેક્સ પણ 87.28 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 66,148.18 પર ખુલ્યો હતો.