ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો

New Update
ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ છે. શરૂઆતમાં સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.હીરો મોટો, ટાટા મોટર્સ, એસ્ટ્રાઝેનેકા પર આજે ફોક્સ રહેશે.

સતત બે દિવસના ઘટાડા બાદ આજે કારોબારની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજારમાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા હતા. સિંગાપોરમાં NSE નિફ્ટી SGX નિફ્ટીનો ફ્યુચર સવારે લગભગ 40 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. તેનાથી સંકેત મળ્યો કે સ્થાનિક બજાર આજે સારી શરૂઆત કરી શકે છે. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત રહ્યા હતા. પ્રી-ઓપનમાં, સેન્સેક્સ લગભગ 175 પોઈન્ટ્સ મજબૂત હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 0.30 ટકા ઉપર હતો.

Latest Stories