Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 66900 ને પાર

ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 66900 ને પાર
X

વૈશ્વિક બજારની મજબૂતીના જોરે આજે ભારતીય શેરબજાપમાં પણ તેજી સાથે શરૂઆત થઈ છે. અમેરિકામાં ફરી એક વખત વ્યાજ દરમાં વધારા બાદ અમેરિકાના બજારમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો જેની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે.

સેન્સેક્સ 207.26 પોઈન્ટ અથવા 0.31% વધીને 66,914.46 પર અને નિફ્ટી 68.00 પોઈન્ટ અથવા 0.34% વધીને 19,846.30 પર હતો. લગભગ 1604 શેર વધ્યા, 535 શેર ઘટ્યા અને 91 શેર યથાવત.

નિફ્ટીમાં સિપ્લા, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હીરો મોટોકોર્પ અને એચયુએલ ઘટ્યા હતા.

Next Story