ભારતીય શેરબજારમાં સારી તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, નિફ્ટી 17100 ને પાર

New Update
ભારતીય શેરબજારમાં સારી તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, નિફ્ટી 17100 ને પાર

આજે વૈશ્વિક બજારમાં તેજીની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. છેલ્લા 5-6 દિવસના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં સારી તેજી સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57634.84ની સામે 403.33 પોઈન્ટ વધીને 58038.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16985.6ની સામે 126.20 પોઈન્ટ વધીને 17111.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39132.6ની સામે 309.80 પોઈન્ટ વધીને 39442.4 પર ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાછી મળેલી તેજ માટેનું મુખ્ય ટ્રિગર ક્રેડિટ સુઈસમાં વધારો અને ECB દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો છે. પરિણામે, DAX, CAC, FTSE 2% સુધી ઉછળીને બંધ થયા. ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં તીવ્ર ઘટાડાથી યુએસ બજારોમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે એશિયન બજારોમાં જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સંકેતો બજાર માટે સારા છે. એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. SGX નિફ્ટી 125 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન બજારો ગઈ કાલે અઢી ટકા સુધી ચઢી ગયા હતા. ફર્સ્ટ રિપબ્લિક બેંકને રાહત મળ્યા બાદ યુએસ માર્કેટમાં તેજી જોવા મળી હતી. 11 બેંકોએ રાહત તરીકે 3000 કરોડ ડોલર આપવાની વાત કરી છે.

Latest Stories