ઈન્ડોનેશિયા : સોલોમન ટાપુ પર ભૂકંપના તેજ આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ

New Update
ઈન્ડોનેશિયા : સોલોમન ટાપુ પર ભૂકંપના તેજ આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ

સોલોમન ટાપુ પર મંગળવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ છે. જોરદાર ભૂકંપ બાદ સોલોમન ટાપુઓ પર સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સોલોમનમાં ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલા ભૂકંપથી 162 લોકોના મોત થયા હતા.

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ઘણી મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપના કારણે અહીં અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. અહીં હજુ પણ અનેક લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories