/connect-gujarat/media/post_banners/268a9f4ba99e308f918a0d26a57c158937a1be328cea8309a557d81a468bd7c3.webp)
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર IPLની એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે 7 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. IPLએ તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે. આ સાથે તેના પર એક મેચનો પ્રતિબંધ પણ મુકાયો હતો.પંતે સ્લો ઓવર રેટ માટે ત્રીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે તેના પર પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11ના બાકીના ખેલાડીઓને મેચ ફીના 50 ટકા અથવા 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.IPL આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ BCCI લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવે છે.