/connect-gujarat/media/post_banners/7b8757e05c84507347530b21f515af64f8c6e63f67f4582be1653e69f1910ed8.webp)
નાની ઉમરમાં વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક કુદરતી પધ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આ પ્રાકૃતિક રીતો વિષે જણાવીએ. જેનાથી અકાળે વાળ સફેદ થવાની સમસ્યાથી છુટકારો મળી શકશે.
1. આદું : વાળને અકાળે સફેદ થતાં રોકવા માટે તમે આદુનો ઉપયોગ કરી શકો છો. આ માટે આદુને છોલીને છીણી લો. ત્યાર બાદ એક ચમચી છીણેલું આદું લો. અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને તેનું દરરોજ સેવન કરો.
2. નારિયેળનું તેલ : વાળને સફેદ થતાં રોકવા માટે સૂતા પહેલા દર બીજા દિવસે તમારા વાળ અને માથાની ચામડી પર નારિયેલના તેલ થી માલીસ કરો. પછી બીજા દિવસે સવારે તમારા વાળ હમેશની જેમ ધોઈ નાખો. તેનાથી વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.
3. કાળા તલ : કાળા તલ સફેદ વાળની સમસ્યાથી છુટકારો આપવી શકે છે. તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં બે થી ત્રણ વખત એક ચમચી કાળા તલ ખાવાથી વાળનું સફેદ થવાનું ધીમું પડી શકાય છે. એટલુ જ નહીં ટે વાળના સફેદ થવાની સમસ્યાને પણ ઉલટાવી શકે છે.
4. ઘઉંના ઘાસનો જ્યુસ : ઘઉના જુવારાનો રસ એટલે કે ઘઉના ઘાસનો રસ પણ તમને સફેદ વાળની સમસ્યાથી છુટકારો અપાવશે. આ માટે એક ગ્લાસ જુવારાનો રસ પીવો અથવા તો તમારા જ્યુસ કે સ્મૂધિમાં એક ચમચી ઘઉના જુવારાનો પાવડર મિક્સ કરી પીવો.
5. દેશી ઘી : શુધ્ધ દેશી ઘી વાળને સફેદ થતાં અટકાવવામાં તેમજ વાળને સિલ્કી ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે અઠવાડિયામાં બે વાર તમારા વાળ અને માથાની ચામડીને ઘી થી મસાજ કરો.
6. ડુંગળીનો રસ : ડુંગળીના રસથી સફેદ વાળથી છુટકારો મેળવી શકાય છે. આ માટે ડુંગળીને પીસીને તેનો રસ કાઢી લો. પછી આ રસને તમારા માથા પર ઘસો અને અડધા કલાક સુધી એમ જ રહેવા દો. પછી તમારા વાળને શેમ્પુથી ધોઈ નાખો. અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.