ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિકગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ઉજવણી પણ કરી.
15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો. તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજનો MRI કરવામાં આવ્યો અને મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.
સદગુરુએ મગજની સર્જરી પછી એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે મગજની સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી છે.ડૉ. વિનીત સુરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચેટર્જી સહિત ડૉકટરોની ટીમ દ્વારા સદગુરુની સારવાર કરવામાં આવી હતી અને મગજમાં રક્તસ્ત્રાવ દૂર કરવા માટે 17 માર્ચે ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બાદમાં સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા