Connect Gujarat
દેશ

કેજરીવાલના મંત્રીએ મારી પલટી, દેવી દેવતાઓનું સન્માન કરું છું, "હાથ જોડીને લોકો પાસે માફીમાગું છું"

સીએમ કેજરીવાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેમના મંત્રી રાજેન્દ્ર ગૌતમે માફી માગી

કેજરીવાલના મંત્રીએ મારી પલટી, દેવી દેવતાઓનું સન્માન કરું છું, હાથ જોડીને લોકો પાસે માફીમાગું છું
X

દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓ પર આપેલા નિવેદન બાદ આપ સરકારની ચારેતરફ ફજેતી થઈ રહી છે. સીએમ કેજરીવાલે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેમના મંત્રી રાજેન્દ્ર ગૌતમે માફી માગી છે. આપ નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, આજે મીડિયામાં મેં જોયું કે, ભાજપ મારા વિશે અમુક અફવા ફેલાવી રહ્યું છે. આ અફવાઓથી દુખી થઈને હું હાથ જોડીને માફી માગું છું. આપને જણાવી દઈએ કે, તેમની હાજરીમાં જ થયેલા એક કાર્યક્રમમાં હિન્દુ દેવી દેવતાઓની પૂજા અને તેમને નહીં માનવા સંબંધમાં મંત્રીનું નિવેદન સામે આવ્યું હતું.રાજેન્દ્ર પાલ ગૌતમે એક નિવેદન જાહેર કરીને તેના વાયરલ વીડિયો અને ભાજપ નેતાઓના આરોપનું ખંડન કર્યું છે.

ગોતમ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે મીડિયામાં જે પણ સમાચારો ચાલી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ તેમના વિશે અમુક અફવા ફેલાવી રહ્યું છે. હું એક અત્યંત ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રીતે તમામ દેવી દેવતાઓનું સન્માન કરું છું અને ક્યારે સપનામાં પણ વિચારી ન શકુ કે, મારા કોઈ કામથી અથવા વચનથી દેવી દેવતાઓનું અપમાન કરું. હું કોઈની પણ આસ્થાન પ્રત્યે કોઈ પણ શબ્દ નથી બોલ્યા, હું સૌની આસ્થાની ઈજ્જત કરું છું. હું તો મારા ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર પોતાની વાત રજૂ કરી, પણ છતાં ભાજપે મારા વિશે ખોટી અફવા ફેલાવી. હું ભાજપવાળાની આવી હરકતથી ખૂબ નારાજ છું. હું એ તમામ લોકોનો હાથ જોડીને માફી માગું છું. જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે પીડા થઈ છે.5 ઓક્ટોબરે સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મંત્રીની હાજરીમાં લોકોને શપથ લેવડાવવામાં આવી હતી કે તેઓ હિન્દુ દેવી દેવતાઓની પૂજા નહીં કરે અને ન તો ઈશ્વરને માનશે, બોદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમી પર કરોલબાગના રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં થયો હતો. જેના પર ભાજપ નેતા કુલજીત સિંહ ચહેલે ટ્વિટ કરીને કહ્યું અને અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે, હિન્દુ ધર્મથી આટલી નફરત શા માટે ? હવે આ મામલાને લઈને ભાજપના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ અને આપ પાર્ટી પર પ્રહારો કરે છે.

Next Story