/connect-gujarat/media/post_banners/27dfd11e75c787b17f252324576ebd4724bf785c5e14fe9ada7f514d47df5789.webp)
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધૂ મુસેવાલાના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમની માતા ચરણ કૌરે 58 વર્ષની વયે એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો છે. સિદ્ધૂ મુસેવાલાના પિતા બલકૌર સિંહે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધૂ મુસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના દીકરાની તસવીર શેર કરતા લખ્યું, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં સિદ્ધૂ મુસેવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ રવિવારે બલકૌર અને તેની પત્નીનું ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. સિદ્ધૂ મુસેવાલાના પિતાએ તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું કે સિદ્ધૂ મુસેવાલાને તેમના નાના ભાઈ તરીકે મળીને તેમને આશીર્વાદ મળ્યા છે.