Connect Gujarat
દેશ

રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું "નિયતીએ નક્કી કર્યું હતું કે...

રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું નિયતીએ નક્કી કર્યું હતું કે...
X

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે (12 જાન્યુઆરી) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ કહ્યું, "નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે." તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપે.

લાલ કૃષ્ણ અડવાણીએ માસિક મેગેઝિન 'રાષ્ટ્ર ધર્મ' સાથેની વાતચીતમાં કહ્યું કે, "રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક પોતે રથ હતો અને પૂજા યોગ્ય એટલા માટે હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. મેગેઝિન સાથે વાત કરતાં તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

Next Story