ગયા સપ્તાહે શેરબજારમાં ત્રણ મહિનાની નીચલી સપાટી જોવા મળી હતી. ત્યાર બાદ બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં મંદીની ચાલ યથાવત જોવા મળી રહી છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59330.9ની સામે 229.21 પોઈન્ટ ઘટીને 59101.69 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17604.35ની સામે 62.40 પોઈન્ટ ઘટીને 17541.95 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40345.3ની સામે 489.15 પોઈન્ટ ઘટીને 39856.15 પર ખુલ્યો હતો.
હાલમાં સેન્સેક્સ 562.96 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 58,767.94 પર અને નિફ્ટી 142.30 પોઈન્ટ અથવા 0.81% ઘટીને 17,462 પર હતો. લગભગ 885 શેર વધ્યા છે, 1306 શેર ઘટ્યા છે અને 190 શેર યથાવત છે.સપ્તાહના પ્રથમ દિવસે પણ આગળ વધી, સેન્સેક્સ 229 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17550 નીચે
એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એચયુએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટી પર સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી અને બજાજ ફિનસર્વને સૌથી વધુ વધનારા સ્ટોક હતા.