મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખમાં થયો બદલાવ, 4 ડિસેમ્બરે થશે મતની ગણતરી

New Update
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખમાં થયો બદલાવ, 4 ડિસેમ્બરે થશે મતની ગણતરી

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું કે રવિવાર (3 ડિસેમ્બર) ની જગ્યાએ સોમવાર (4 ડિસેમ્બરે) મતની ગણતરી કરવામાં આવશે.

Advertisment W3.CSS

મિઝોરમમાં મતદાન પહેલા જ મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે તમામ પક્ષો એકમત હતા. માગણી કરનારાઓએ કહ્યું કે રવિવાર ખ્રિસ્તીઓ માટે પવિત્ર દિવસ છે. તેથી, ખ્રિસ્તી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા રાજ્ય મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવી જોઈએ. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા.