/connect-gujarat/media/post_banners/4a4ed2b2c9e228895df0d857dd1e4842133a8a5469d51e812dd58816322b7a98.webp)
લોકસભા ચૂંટણીની ઔપચારિક જાહેરાત પહેલાં જ ભાજપે આગામી કાર્યકાળની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે રવિવારે કેબિનેટની બેઠક બોલાવી છે. મંત્રીઓને મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા 100 દિવસનો રોડમેપ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક હશે.સૂત્રો અનુસાર મોદી સરકાર એ સંદેશ આપવા ઇચ્છે છે કે તેમનો ત્રીજો કાર્યકાળ ક્રાંતિકારી આર્થિક સુધારોના નામે હશે. તેને ‘મોદી આર્થિક ઉદારીકરણ’ નામ અપાઇ શકે છે.
દાવો છે કે મોદી આર્થિક ઉદારીકરણના નિર્ણયો 90ના દાયકામાં નરસિમ્હા રાવ રાજમાં લાગુ મનમોહનના ઉદારીકરણને પણ પાછળ છોડી દેશે. સૂત્રોનુસાર નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયોને આર્થિક ઉદારીકરણનો વ્યાપક પ્લાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે. તે અંતર્ગત દેશના 5 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર અને વૈશ્વિક ફલક પર ભારતને ત્રીજા નંબરની આર્થિક શક્તિના હિસાબથી સિસ્ટમને ઉદાર બનાવાશે.કૃષિ સુધારા માટે લાવવામાં આવેલાં ત્રણેય બિલોને પાછાં ખેંચવા પડ્યાં તેમાંથી બોધ લઈ કેન્દ્ર સરકાર ખેડૂતોને એકજૂટ કરવા અને ફરીથી રાજ્યોના સ્તર પર સુધારાની પ્રક્રિયા શરૂ કરવાનો રસ્તો અપનાવશે. પાછાં ખેંચાયેલાં બિલની જોગવાઇને સ્વીકાર્ય બનાવીને રજૂ કરાશે.