New Update
/connect-gujarat/media/post_banners/dd1c35b10244f9a835e22c6f846317341caa130b162ced1d9c5616ae9face796.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આસામ પ્રવાસે છે. મોદી શનિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. વડાપ્રધાને કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી હતી અને જંગલમાં સફારી પર ગયા હતા. આ દરમિયાન પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ તેમની સાથે હતા અને સીનિયર ફોરેસ્ટ અધિકારી પણ હતા.
/connect-gujarat/media/post_attachments/6f6d362b6d007474d2f2748be4b7308faf19a24f9867953ea7a612b41fcc543d.webp)
કાઝીરંગાને 1974માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે કાઝીરંગા આ સિદ્ધિની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે.
/connect-gujarat/media/post_attachments/295cee91b71ec381aa05c2b4d2124d1946c4760892d49667501050b676bf2fd5.webp)