Connect Gujarat
દેશ

દેશમાં આજે કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 39 દર્દીઓના થયા મોત

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દરમિયાન કોરોનાના 39 દર્દીઓના મોત પણ થયા છે

દેશમાં આજે  કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 39 દર્દીઓના થયા મોત
X

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દરમિયાન કોરોનાના 39 દર્દીઓના મોત પણ થયા છે. કેરળ (4,459 નવા કેસ) પાંચ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્ર (3,957), કર્ણાટક (1,945), તમિલનાડુ (1,827) અને પશ્ચિમ બંગાળ (1,424) આવે છે. નવા કેસોમાંથી 23.69 ટકા કેરળમાંથી જ આવ્યા છે.

કોવિડના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,25,116) થી વધુ લોકોના મોત થયા છે.

ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 હજાર 827 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેના કારણે દેશભરમાં સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 28 લાખ 22 હજાર 493 થઈ ગઈ છે.

Next Story