Connect Gujarat
દેશ

પદ્મ પુરસ્કારોના નામની કરાઇ જાહેરાત, 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો કરાયો નિર્ણય, જુઓ સમગ્ર યાદી

પદ્મ પુરસ્કારોના નામની કરાઇ જાહેરાત, 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો કરાયો નિર્ણય, જુઓ સમગ્ર યાદી
X

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ વર્ષે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી દેવામાં આવે છે. તેમાં વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં પાર્વતી બરુઆ, જાગેશ્વર જાદવ ચાર્મી મુર્મૂ, સોમન્ના, સર્વેશ્વર, સાંગથામ સહિત કેટલાય મોટા નામ છે.

પદ્મ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન બાદ સૌથી મહત્વનું સન્માન છે. જેણે ત્રણ શ્રેણીમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી તરીકે આપવામાં આવે છે. પદ્મ સન્માનની શરુઆત 1954માં ભારત સરકારે કરી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું. ત્યારથી તે સિલસિલો ચાલું છે.

1- પાર્વતી બરુઆ, 67 વર્ષ, આસામ, સોશિયલ વર્ક (એનિમલ વેલફેર)

2-જાગેશ્વર યાદવ,67 વર્ષ, છત્તીસગઢ, સોશિયલ વર્ક (આદિવાસી)

3- ચામી મુર્મૂ, 52 વર્ષ, ઝારખંડ, સોશિયલ વર્ક (પર્યાવરણ)

4-ગુરવિંદર સિંહ, 53 વર્ષ, હરિયાણા, સોશિયલ વર્ક (દિવ્યાંગ)

5- સત્ય નારાયણ બલેરી, 50 વર્ષ, કેરળ (કૃષિ)

6- દુખુ માઝી, 78 વર્ષ, પશ્ચિમ બંગાળ સામાજિક કાર્ય (પર્યાવરણ)

7- કે ચેલામલ, 69 વર્ષ, આંદામાન અને નિકોબાર (કૃષિ)

8- સંગાથંકીમા, 63 વર્ષ, મિઝોરમ, સામાજિક કાર્ય (બાળકો)

9- હેમ ચંદ્ર માઝી, 70 વર્ષ, છત્તીસગઢ (આયુષ)

10- યાનુંગ જામોહ લેગો, 58 વર્ષ, અરુણાચલ પ્રદેશ (કૃષિ)

11- સોમન્ના, 66 વર્ષ, કર્ણાટક, સામાજિક કાર્ય (આદિવાસી)

12- સર્વેશ્વર બાસુમેતરી, 61 વર્ષ, આસામ, (કૃષિ)

13- પ્રેમા ધનરાજ, 72, કર્ણાટક (દવા)

14- ઉદય વિશ્વનાથ દેશ પાંડે, 70 વર્ષ, મહારાષ્ટ્ર (મલખંભ કોચ)

15- યાઝકી માનેકશા ઇટાલિયા, 72 વર્ષ, ગુજરાત (સ્વદેશી-સિકલ સેલ)

16- શાંતિ દેવી પાસવાન અને શિવાન પાસવાન, મધુબની બિહાર (પેઈન્ટિંગ)

17- રતન કહાર, 88 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (લોકગીત ગાયન)

18- અશોક કુમાર બિસ્વાસ, 67 વર્ષ, બિહાર (પેઈન્ટિંગ)

19- બાલકૃષ્ણ સદનમ પુથિયા વીથિલ, 79 વર્ષ, કેરળ, કલા, (કથકલી)

20- ઉમા માહેશ્વરી ડી, 63 વર્ષ આંધ્ર પ્રદેશ, કલા (સ્ટોરી ટેલિંગ)

21- ગોપીનાથ સ્વેન, 105 વર્ષ, ઓડિશા, આર્ટ (ભજન ગાયન)

22- સ્મૃતિ રેખા ચાખમા, 63 વર્ષ, ત્રિપુરા આર્ટ (ટેક્સટાઈલ)

23- ઓમ પ્રકાશ શર્મા, 85 વર્ષ, મધ્ય પ્રદેશ, આર્ટ (થિયેટર ફોક)

24- નારાયણ ઈપી, 67 વર્ષ, કેરલ કલા (ડાંસ)

25- ભાગવત પ્રધાન, 85 વર્ષ ઓડિશા, કલા (ડાંસ)

26-સનાતન રુદ્ર પાલ, 68 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (સ્કલ્પચર)

27-બદ્રપ્પન એમ, 87 વર્ષ, તમિલનાડૂ, કલા (ડાંસ)

28-જોર્ડન લેપચા, 50 વર્ષ, સિક્કિમ, કલા (ક્રાફ્ટ)

29-માચિહાન સાસા, 73 વર્ષ, મણિપુર, કલા (ક્રાફ્ટ)

30-ગદ્દમ સમૈયા, તેલંગાણા, 67 વર્ષ, કલા (ડાંસ)

31-જાનકી લાલ, 81 વર્ષ, રાજસ્થાન, કલા (થિયેટર)

32-દાસારી કોંડપ્પા, 63 વર્ષ, તેલંગાણા, કલા (ઈંસ્ટ્રુમેન્ટ)

33-બાબૂરામ યાદવ, 74 વર્ષ, ઉત્તર પ્રદેશ, કલા (ક્રાફ્ટ)

34-નેપાલ ચંદ્ર સૂત્રાધાર- 82 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (માસ્ક મેકિંગ)

Next Story