/connect-gujarat/media/post_banners/35b5526aa27d86b3df96d33dd5f666fc70db5bda7807d027ecbb0c10ff6dd837.webp)
સમગ્ર દેશભરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રાસ એક્ઝામિનેશન (મેઈન) (જેઈઈ)નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેઈઈ લેનાર સંસ્થા નેશનલ ટેસ્ટિગ એજન્સીએ જણાવ્યું કે 2023ની જેઈઈ મેઈન બે તબક્કામાં યોજાશે પહેલા તબક્કામાં 24 થી 31 જાન્યુઆરીમાં પ્રવેશ પરીક્ષા યોજાશે. જેઈઈ મેઈન બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ 2023માં યોજાશે તેવું નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે.
જેઈઈ મેઈન ટોટલ 13 ભાષામાં યોજાશે જેમાં અંગ્રેજી, હિંદી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલાયમ, મરાઠી, ઓડિસા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ સામેલ છે. ઉમેદવારો એનટીએની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in. પર ઓનલાઈન અરજી કરી શકશે.