/connect-gujarat/media/post_banners/f53421de0ed596b8518038139d08ba0501212490fc8946446363351c84036289.webp)
ઉત્તર મેક્સિકોમાં એક ચર્ચની છત ધરાશાયી થતા 10 લોકોના મોત થવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. કાટમાળ હેઠળ લગભગ 30 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, છત ધરાશાયી થઈ તે સમયે લગભગ 100 લોકો ચર્ચામાં ઉપસ્થિત હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે તેમજ પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું કે, નેશનલ ગાર્ડ, પોલીસ અને રાજ્ય નાગરિક સુરક્ષા કાર્યાલય અને રેડ ક્રોસ યુનિટોએ પુરજોશમાં બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. પોલીસ અને બચાવ ટુકડીએ કુલ 49 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં ચાર મહિનાનો બાળ, પાંચ વર્ષની ત્રણ બાળકી અને નવ વર્ષના બે બાળકો સામેલ છે.