/connect-gujarat/media/post_banners/08cc779a5a5a12bbda129a2a5646e4cef56b78b525014b9c84531ba1d1ad873e.webp)
હાલમાં ચૂંટણી પંચમાં બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ખાલી છે. આ ભરવા માટે વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ 15 માર્ચે સાંજે 6 વાગ્યે મળશે. નિયમો અનુસાર, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સિવાય બે ચૂંટણી કમિશનર હોય છે.ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા.
બીજા, અરુણ ગોયલે 9 માર્ચે અચાનક રાજીનામું આપ્યું. તેથી, હાલમાં 3 સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર CEC રાજીવ કુમાર જ છે.અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) બનવાની લાઇનમાં હતા, કારણ કે વર્તમાન CEC રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થવાના છે. ગોયલે 21 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2027 સુધીનો હતો.ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોયલ અને સીઈસી રાજીવ કુમાર વચ્ચે ફાઇલ પર મતભેદ છે. જો કે, ગોયલે રાજીનામા પાછળ અંગત કારણો દર્શાવ્યા છે. કેન્દ્રએ તેમને પદ છોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગોયલની તબિયત પણ સારી છે. તેથી નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામાની અટકળોને ફગાવી દેવામાં આવી છે.