દિવાળીના પર્વ પર ખોડલધામ મંદિરને રોશનીથી શણગારાયુ, સુખડીના 50હજાર પેકેટ તૈયાર !

દિવાળીના પર્વ પર ખોડલધામ મંદિરને રોશનીથી શણગારાયુ, સુખડીના 50હજાર પેકેટ તૈયાર !
New Update

દિવાળી પર્વમાં દર્શનાર્થીઓના આગમન પૂર્વે રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિરને રોશનીથી શણગારી દેવાયું છે. દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચૂંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે.

ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ખોડલધામ મંદિર સવારે 5.30 કલાકે ખૂલશે. 6.00 કલાકે આરતી કરાશે. ત્યારબાદ બપોરે અને સાંજે થાળ ધરાશે. સાંજે 6.30 કલાકે માતાજીની આરતી કરાશે. દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. રાત્રે 9.00 કલાકે માતાજીના દર્શન બંધ થાય છે અને મંદિર કેમ્પસ 9.30 કલાકે બંધ થાય છે.

#India #ConnectGujarat #happiness #Khodaldham temple
Here are a few more articles:
Read the Next Article