ઓસ્કાર 2024માં ઓપેનહાઇમરનો જલવો પડી ગયો, વાંચો બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોના નામે

New Update
ઓસ્કાર 2024માં ઓપેનહાઇમરનો જલવો પડી ગયો, વાંચો બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોના નામે

વિશ્વના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સ 2024નું આયોજન લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું. 96મા એકેડેમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે અને દરેકની નજર બેસ્ટ એક્ટરના એવોર્ડ પર ટકેલી હતી. વર્ષ 2024 માં આ કેટેગરીમાં ઓસ્કાર મેળવનાર અભિનેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. તે બીજું કોઈ નહીં પણ સિલિઅન મર્ફી છે, જેમને તેની ફિલ્મ 'ઓપેનહાઇમર' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર મળ્યો છે.

જણાવી દઈએ કે, મર્ફીનો આ પહેલો ઓસ્કાર છે.સાથે જ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઓપેનહાઇમર'ને મળ્યો છે. જાણીતું છે કે ઓસ્કાર 2024માં 'ઓપેનહાઇમર' 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ફિલ્મે 7માં એવોર્ડ જીત્યા હતા.રોબર્ટ ડાઉનીએ 'ઓપેનહાઇમર' માટે બેસ્ટ અપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો જ્યારે ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનો મુખ્ય હીરો કિલિયન મર્ફી આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર બન્યો, જ્યારે 'ઓપેનહાઇમર'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. સાથે જ આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો હતો. 

Latest Stories