CAA સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી : 237 અરજીઓ કરવામાં આવી

New Update
CAA સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી : 237 અરજીઓ કરવામાં આવી

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) સામે કરાયેલી અરજીઓ પર આજે (19 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. CAAના કાયદા પર પ્રતિબંધ મૂકવા માટે 237 અરજીઓ કરવામાં આવી છે. CAA સામેકરાયેલી અરજીઓમાંથી 4માં કાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), આસામ કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયા, આસામ જ્ઞાતિવાદી યુવા છાત્ર પરિષદ, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ અરજીઓ દાખલ કરી છે.

કેન્દ્ર સરકારે 11 માર્ચે CAA લાગુ કરવાની સૂચના જાહેર કરી હતી. જે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓ માટે નાગરિકતા મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.અગાઉ સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CJI ડીવાય ચંદ્રચુડની બેન્ચને અરજીની વહેલી સુનાવણી માટે અપીલ કરી હતી. IUML તરફથી હાજર રહેલા સિબ્બલે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો 2019માં પસાર થયો હતો. તે સમયે કોઈ નિયમો ન હતા, તેથી કોર્ટે તેના પર કોઈ પ્રતિબંધ મૂક્યો ન હતો.

Latest Stories