Connect Gujarat
દેશ

અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, ગુજરાતી પાઈલટ સહિત 3 લોકોના મોત

અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, ગુજરાતી પાઈલટ સહિત 3 લોકોના મોત
X

અમેરિકામાં વિમાની દુર્ઘટનાની એક મોટી ઘટના બની છે જેમાં એક ગુજરાતી પાયલોટનું પણ મોત થયું છે. ફ્લોરિડાના ક્લિનવોટર મોબાઈલ પાર્કમાં પ્લેન ક્રેશ થતાં ગુજરાતી પાયલોટ જેમિન પટેલ સહિત 3 લોકોના મોત થયાં હતા. ફ્લોરિડાના મેલબોર્ન બીચમાં રહેતા જેમિન પટેલ સિંગલ એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા V35 એરક્રાફ્ટ ઉડાવી રહ્યા હતા જે ક્લીયરવોટર શહેરમાં અજ્ઞાત કારણોને લીધે એક મકાન પર ક્રેશ થયું હતું આ પછી મકાનમાં આગ લાગી હતી. ક્લિનવોટર પોલીસે આજે મૃતકોની ઓળખ જાહેર કરી છે.

પ્લેન ક્રેશ થયું તે પહેલા જેમિન પટેલે એન્જિન ફેલ થયાનો મેસેજ કંટ્રોલ ટાવરને મોકલ્યો હતો. મેસેજના થોડા સમય બાદ પ્લેન ક્લીયરવોટર શહેરના રેસિડેન્શિયલ એરિયામાં ક્રેશ થયું હતું. પોલીસે જણાવ્યું પ્લેન ક્રેશ થવાનું કારણ સામે આવ્યું નથી. એન્જિનની ખરાબીને કારણે પ્લેન ક્રેશ થયું હોવાની શંકા છે. રનવેથી 3 માઈલના અંતરે તૂટી પડ્યા બાદ પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાયું હતું જેમાં 3 લોકો જીવતા સળગી ગયા હતા.

Next Story