PM મોદી હવે ઓસ્ટ્રેલીયા નહીં જાય,Quad બેઠક થઈ રદ્દ,વાંચો શું છે કારણ

PM મોદી  હવે ઓસ્ટ્રેલીયા નહીં જાય,Quad બેઠક થઈ રદ્દ,વાંચો શું છે કારણ
New Update

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે જાહેરાત કરી હતી કે આવતા અઠવાડિયે યોજાનારી ક્વાડ મીટિંગ હાલમાં મુલતવી રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની મીટિંગમાં સામેલ ન થવાના કારણે ઓસ્ટ્રેલિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાઇડેન હાલમાં અમેરિકામાં દેવાને કારણે ઉદ્ભવતા આર્થિક સંકટના મુદ્દાને ઉકેલવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેણે આવતા અઠવાડિયે પોતાનો વિદેશ પ્રવાસ સ્થગિત કરી દીધો.

અગાઉ, અલ્બેનીઝે કહ્યું હતું કે ક્વાડમાં સામેલ દેશો - ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાની હાજરી વિના પણ બેઠક માટે આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બાઇડેને મુલાકાત રદ કર્યા બાદ તેમની સરકાર જાપાન અને ભારતના વડાપ્રધાન સાથે વાત કરી રહી છે. જો કે, બાદમાં રાષ્ટ્રપતિ અલ્બેનીઝે માફી માંગી અને કહ્યું કે તેમણે ક્વાડ ભાગીદારોની આ મુલાકાતની તારીખો લંબાવવી પડશે. તેમણે કહ્યું કે ભારત અને જાપાનના વડા પ્રધાનો બેઠકને ફરીથી શેડ્યૂલ કરવા અને તેને વહેલી તકે યોજવા માટે સંમત થયા છે.

જો કે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક હજુ પણ થઈ શકે છે. આ અંગે ભારત તરફથી પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

#India #ConnectGujarat #Meeting #Australia #canceled #Quad
Here are a few more articles:
Read the Next Article