Connect Gujarat
દેશ

પીએમ નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે,તૈયારીને અપાયો આખરી ઓપ

પીએમ નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે,તૈયારીને અપાયો આખરી ઓપ
X

આગામી 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સ તેમજ ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટનું ઉદ્ધાટન કરવા આવશે. આ કાર્યક્રમ સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો બીજી તરફ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાર્યક્રમ દરમ્યાન 3000 પોલીસ, 1800 હોમ ગાર્ડ અને 550 ટીઆરબીની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્બિંગ નાઈટ કરી અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવનજરૂરીયાતના વાહનોને અગવડતા ના પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન પણ કરવામાં આવ્યું છે.

Next Story