PM નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે, 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટનું કરશે લોકાર્પણ

New Update
PM નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે, 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. આ સિવાય તેઓ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનેલા 5.5 લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં પણ હાજરી આપશે.આ પછી તેઓ આજે બપોરે જ અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે.

તવાંગમાં તેઓ 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ અરુણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. બપોરે 1.30 વાગ્યે, PM જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું 'સ્ટેચ્યુ ઓફ વેલોર' તરીકે ઓળખાશે.ખરેખરમાં પીએમ મોદી ઉત્તર-પૂર્વના 2 દિવસના પ્રવાસ પર છે. તેઓ શુક્રવારે સાંજે આસામની રાજધાની તેજપુર પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેણે કાઝીરંગામાં રોડ શો કર્યો. ત્યારપછી કાઝીરંગા નેશનલ પાર્કના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.