નવા Criminal law ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી

New Update
નવા Criminal law ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી

ઇન્ડિયન પીનલ કોડ (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને એવિડન્સ એક્ટને બદલવા માટેના ત્રણ અપરાધિક બિલને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દિધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે તે કાયદો બની ગયો છે.

ગુરુવારે (21 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્ર દરમિયાન, રાજ્યસભાએ ભારતીય દંડ સંહિતા (આઈપીસી), 1860, ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી), 1898 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872ની જગ્યાએ ક્રિમીનલ બીલ, ધ ઈન્ડિયન જસ્ટિસ (સેકન્ડ) કોડ, 2023, ઈન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) કોડ, 2023 અને ઈન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ, 2023 પસાર કરવામાં આવ્યા હતા.

ગૃહ પ્રધાન અમિત શાહની ચર્ચા અને જવાબ પછી, રાજ્યસભાએ ત્રણેય બિલોને ધ્વનિ મતથી મંજૂરી આપી. લોકસભા તેમને પહેલા જ પાસ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે ઉપલા ગૃહમાંથી અનેક વિપક્ષી સાંસદોને તેમના અભદ્ર વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અમિત શાહે કહ્યું હતું કે, ત્રણ ફોજદારી કાયદાઓને બદલવા માટે સંસદ દ્વારા લાવવામાં આવેલા બિલ પસાર થયા પછી, ભારતની ફોજદારી ન્યાય પ્રક્રિયામાં એક નવી શરૂઆત થશે જે સંપૂર્ણપણે ભારતીય હશે.

તેમણે એમ પણ કહ્યું હતુ કે, આ બિલોનો હેતુ અગાઉના કાયદાઓની જેમ સજા આપવાનો નથી પરંતુ ન્યાય આપવાનો છે. તેમણે કહ્યું, આ નવા કાયદાને ધ્યાનથી વાંચશો તો ખબર પડશે કે તેમાં ન્યાયની ભારતીય ફિલસૂફીને સ્થાન આપવામાં આવ્યું છે. આપણા બંધારણના નિર્માતાઓએ પણ રાજકીય ન્યાય, આર્થિક ન્યાય અને સામાજિક ન્યાય જાળવવાની ખાતરી આપી છે.

Latest Stories