વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા પહોંચી ગયા છે. G20 સમિટ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર પીએમ મોદી સાથે આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં પણ હાજરી આપશે.
જાકાર્તા પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ જાકાર્તા પહોંચી ગયા છે. આસિયાન સંબંધિત બેઠકો અને વિવિધ નેતાઓ સાથે કામ કરવા માટે આતુર છું.
પ્રવાસી ભારતીયોએ જાકાર્તા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આખું શહેર મોદી-મોદી અને ભારત માતાના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. પીએમ મોદીને આવકારવા માટે વૃદ્ધો અને બાળકો પણ એકઠા થયા હતા. પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકો ગર્વભેર તિરંગો લહેરાવી રહ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોએ સાથે મુલાકાત કરી અને હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. લોકોનું કહેવું છે કે તેઓ પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસથી ઘણા ખુશ છે. અમે તેમને આવકારવા આવ્યા છીએ.