વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન.

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન.

પીએમ મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી સંબોધન પણ કરશે. ઉદ્ઘાટન સત્રમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગયાના પ્રમુખ ડો.મોહમ્મદ ઈરફાન અલી પણ સંબોધન કરશે.

11 અને 12 જાન્યુઆરીએ યોજાનારી આ સમિટમાં 84 દેશોના 447 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સિવાય તમામ G-20 ના પ્રતિનિધિઓ, 5 હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે.

Latest Stories