ઝિમ્બાબ્વેમાં પ્રાઈવેટ પ્લેન થયું ક્રેશ, ભારતીય અબજોપતિ બિઝનેસમેન સહિત 6 લોકોના મોત…

New Update
ઝિમ્બાબ્વેમાં પ્રાઈવેટ પ્લેન થયું ક્રેશ, ભારતીય અબજોપતિ બિઝનેસમેન સહિત 6 લોકોના મોત…

ઝિમ્બાબ્વેમાં એરોપ્લેન ક્રેશ થતા ભારતીય અબજોપતિ બિઝનેસમેન અને તેમના દિકરા સહિત 6 લોકોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક પ્રાઈવેટ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે હીરાની ખાણની પાસે ક્રેશ થયું છે. આ ઘટનામાં ભારતીય અબજોપતિ બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર આમેર કબીર સિંહ રંધાવાનું દુઃખદ મોત નિપજ્યું છે.

આ પ્લેનમાં ખાણ બિઝનેસ અને તેમના પુત્ર સહિત 6 લોકો સવાર હતા, આ તમામનો મોત નિપજ્યા છે. સમાચાર વેબસાઈટ ‘આઈહરારે’એ અહેવાલમાં જણાવ્યું છે કે, મશાવાના જવામહાંડે વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા કંપની ‘રિયોજિમ’ના માલિક હરપાલ રંઘાવા, તેમના પુત્ર અને ચાર અન્ય લોકોના મોત થયા છે. ‘રિયોજિમ’ કંપની સોનું અને કોલસાના ઉત્પાદન ઉપરાંત નિકલ અને તાંબાને રિફાઈન્ડ કરનારી મુખ્ય માઈનિંગ કંપની છે. મળતી માહિતી મુજબ 29 સપ્ટેમ્બર-2023, શુક્રવારના રોજ ‘રિયોજિમ’ની માલિકીની સેસના 206 વિમાન હરારેથી મુરોવા આવેલી હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુઃખદ ઘટના બની... સિંગલ એન્જિનવાળું એરોપ્લેન મુરોવા ડાયમંડ માઈનપાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. અહેવાલો મુજબ એરોપ્લેન જવામહાંડેમાં પીટર ફાર્મમાં ક્રેશ થતા પહેલા તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે એરોપ્લેનમાં હવામાં જ વિસ્ફોટ થઈ ગયો... ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને પાયલોટનું મોત થયું છે.

Latest Stories