Connect Gujarat
દેશ

પ્રિયંકા ગાંધીએ આસામના ધુબરીમાં જાહેરસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા પ્રહારો

પ્રિયંકા ગાંધીએ આસામના ધુબરીમાં જાહેરસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા પ્રહારો
X

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામના ધુબરીમાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું - આસામમાં માફિયાઓનું શાસન છે. જ્યારે તમારા સીએમ કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે તેમના પર ગંભીર આરોપો લાગ્યા હતા. તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમના પરના તમામ આરોપો ધોવાઈ ગયા હતા.પ્રિયંકાએ કહ્યું- ભાજપે વોશિંગ મશીન બનાવ્યું છે,

જ્યાં ભ્રષ્ટાચારીઓને મૂકીને સાફ કરવામાં આવે છે. તેમણે પહેલીવાર તમારા સીએમ સાથે આવું કર્યું છે, આજે દેશમાં બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ છે. કારણ કે સરકારમાં બેઠેલા મંત્રીઓ સંપૂર્ણપણે પોતાના હિત પર કેન્દ્રિત છે.

Next Story