મહારાષ્ટ્રના ચકચારી નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં પુણે કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

મહારાષ્ટ્રના ચકચારી નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં પુણે કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
New Update

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિવારણ સમિતિના વડા નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં 11 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પુણેની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કલસ્કરને દોષિત જાહેર કર્યા છે.

કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડે ઉપરાંત કોર્ટે વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કર્યા છે. હત્યા કેસમાં કુલ 5 આરોપી હતા.વીરેન્દ્ર તાવડે પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. જો કે, સરકારી પક્ષ તેમની સામે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી. તાવડે ઉપરાંત અન્ય બે આરોપીઓ સામે પણ આરોપ સાબિત થઈ શક્યા નથી.

#India #ConnectGujarat #Murder Case #Maharashtra chakchari #Narendra Dabholkar
Here are a few more articles:
Read the Next Article