Connect Gujarat
દેશ

આજે રાજકીય સન્માન સાથે Queen Elizabeth II ના થશે અંતિમ સંસ્કાર

ક્વીન એલિઝાબેથ II ના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના વડાઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ લંડન પહોંચ્યા

આજે રાજકીય સન્માન સાથે Queen Elizabeth II ના થશે અંતિમ સંસ્કાર
X

ક્વીન એલિઝાબેથ II ના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના વડાઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ લંડન પહોંચ્યા છે. Queen Elizabeth II ની અંતિમ ઝલક જોવા માટે રવિવારે જ લાખો લોકો એકઠા થયા હતા. આજે આ ભીડ વધી શકે છે.

રિપોર્ટ અનુસાર તેમના અંતિમ દર્શન માટે 8 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી હતી. જેમાં દર કલાકે લગભગ 4000 લોકો રાણીના અંતિમ દર્શન કરી રહ્યા છે. મહારાણીના પાર્થિવ દેહને હાલમાં સંસદના વેસ્ટમિંસ્ટર હોલમાં રાખવામાં આવ્યો છે. આજે તેમના મૃતદેહને અહીંથી હટાવ્યા બાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે.

ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં લોકો રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી Queen Elizabeth II ની અંતિમ યાત્રા શરૂ થશે.

વેસ્ટમિન્સ્ટર એબીના દરવાજા 12:30 કલાકે VIP, અન્ય દેશોના મહેમાનો માટે ખોલવામાં આવશે, જેથી તેઓ રાણીને શ્રદ્ધાંજલિ આપી શકે. જે લોકો અહીં રાણીને જોશે તેમાં યુનાઇટેડ કિંગડમના વરિષ્ઠ રાજકારણીઓ, Queen Elizabeth II ના સંબંધીઓ, યુરોપિયન શાહી પરિવારના સભ્યો અને વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોનો સમાવેશ થાય છે.

Next Story