ભારતીય મોસમ વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા ના કારણે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં વરસાદ થશે. આ મોસમી સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફ સમગ્ર મધ્યપ્રદેશમાં આગળ વધવાનું અનુમાન છે.
આગામી 24 કલાક દરમિયાન મધ્ય પ્રદેશ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના ઘાટવાળા ક્ષેત્રો, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડ, દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં 16 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની અનુમાન છે.13 સપ્ટેમ્બર 2022ના રોજ ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટ પર સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેશે. મોસમ વિભાગે માછીમારોને સમુદ્ર તટ થી દૂર રહેવાની સલાહ આપી છે. દક્ષિણ છત્તીસગઢ અને તેની નજીક આવેલા દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભની ઉપર છે. તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 13 સપ્ટેમ્બર બપોર સુધી ધીરે-ધીરે નબળું થઈને એક ઓછા દબાણવાળા ક્ષેત્રમાં બદલાઈ જશે. મોનસૂનમાં ટ્રફ હવે જેસલમેર, ઉદયપુર, ગુના ડિપ્રેશન સેન્ટર, કલિંગ પટ્ટનમ અને પછી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની પૂર્વી મધ્ય ખાડી પરથી પસાર થઈ રહ્યું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના તટની પાસે પૂર્વી મધ્ય અરબ સાગર પર એક તોફાની પવન નું ક્ષેત્ર બનેલું છે.