/connect-gujarat/media/post_banners/87e48a28f427f33dc4aa4108997411a41e685b33daf666984c00eac2b3664ba9.webp)
ગુજરાત પોલીસમાં મોટાપાયે ભરતી કરવામાં આવશે. પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા 'X' પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે 'X' પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!
ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર !
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ ૧૨૪૭૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ.
દેશસેવાનું એમનું સપનું થશે સાકાર,
ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે… pic.twitter.com/7iYb9YRUp9— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) March 12, 2024
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.