રેવંત રેડ્ડી બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી..! 32000 થી વધુ મતોના માર્જિનથી જીત્યા છે રેવંત રેડ્ડી

New Update
રેવંત રેડ્ડી બનશે તેલંગાણાના નવા મુખ્યમંત્રી..! 32000 થી વધુ મતોના માર્જિનથી જીત્યા છે રેવંત રેડ્ડી

કોંગ્રેસે તેલંગાણામાં મુખ્યમંત્રીના નામ ફાઈનલ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. સૂત્રોએ આ માહિતી આપી છે. તેલંગાણામાં કોંગ્રેસે કુલ 119 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે. BRSએ 39 બેઠકો જીતી છે અને ભાજપે આઠ બેઠકો જીતી છે.

અહીં સરકાર બનાવવા માટે કોઈપણ એક પાર્ટીને 60 સીટોની જરૂર છે. કોંગ્રેસને 39.40 ટકા, BRSને 37.35 ટકા અને ભાજપને 13.90 ટકા વોટ મળ્યા હતા.

રેવંત રેડ્ડીએ કોડાંગલ વિધાનસભા મતવિસ્તારમાંથી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના પી નરેન્દ્ર રેડ્ડીને 32000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી રેવંત મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે.

Latest Stories