અમેઠીથી ટિકિટ ન અપાયા બાદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સંકેત આપ્યો કે તેઓ રાજ્યસભાના સભ્ય બનીને રાજકારણમાં આવી શકે છે. વાડ્રાએ કહ્યું કે તે ચોક્કસ થોડા સમય પછી રાજકારણમાં આવશે.16 એપ્રિલે વાડ્રાએ કહ્યું હતું કે જો કોંગ્રેસને લાગે છે કે હું પરિવર્તન લાવી શકીશ તો હું સક્રિય રાજકારણમાં જોડાઈશ.
એવું જરૂરી નથી કે હું અમેઠીથી ચૂંટણી લડું, હું મુરાદાબાદ કે હરિયાણાથી પણ ચૂંટણી લડી શકું છું. જો કે કોંગ્રેસે વાડ્રાને ટિકિટ આપી નથી.રાહુલ, પ્રિયંકા અને મારી વચ્ચે કોઈ ન આવી શકે. લોકોને લાગે છે કે હું નારાજ છું કારણ કે મને અમેઠીથી ટિકિટ નથી મળી. મારા માટે તેનો કોઈ અર્થ નથી. હું પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ જોતો નથી. અમે દેશ માટે સાથે મળીને કામ કરીશું.