/connect-gujarat/media/post_banners/9f3cf158db61e257a20bb88c5f0c1a407ca63826a5e3ccf2d2a385158000d89e.webp)
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર ઉગ્ર બન્યું છે. બુધવારે (12 ઓક્ટોબર) રશિયન સેનાએ યુક્રેનના અવદિવકામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત લોકોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે મિસાઈલ સેન્ટ્રલ માર્કેટમાં પડી ત્યારે ઘણા લોકો હાજર હતા.
રશિયાએ પણ સોમવારે (10 ઓક્ટોબર) યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો હતો, જે બાદ નાયબ રક્ષા મંત્રી હન્ના મલ્યારે કહ્યું હતું કે 83 મિસાઈલો છોડવામાં આવી છે. આ હુમલો ખાર્કીવ કિવ, ખમેલનિત્સ્કી, લવીવ, નિપ્રો, ઝાપોરિજ્જિયા, સુમી, ખાર્કીવ પ્રદેશ સહિતના ઘણા શહેરો પર કરવામાં આવ્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ પાણી અને વીજળી બંધ થઈ ગઈ હતી.