SBIએ ઈલેક્ટોરલ બોન્ડને લઈ સુપ્રીમમાં દાખલ કરી એફિડેવિટ,વાંચો શું બહાર આવ્યું

એફિડેવિટ અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.

SBIએ ઈલેક્ટોરલ બોન્ડને લઈ સુપ્રીમમાં દાખલ કરી એફિડેવિટ,વાંચો શું બહાર આવ્યું
New Update

સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડ વિશેની માહિતી જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.એફિડેવિટ અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. SBIએ કહ્યું કે 1 એપ્રિલ, 2019થી 11 એપ્રિલ, 2019ની વચ્ચે એટલે કે 12 દિવસમાં 3,346 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 1,609 રિડીમ કરવામાં આવ્યા હતા.

12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધી કુલ 18,871 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. 20,421 રિડીમ કરવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 22 હજાર 217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 22 હજાર 30 રાજકીય પક્ષોએ રિડીમ કર્યા હતા.187 બોન્ડના પૈસા જે કોઈએ રોકડ કર્યા ન હતા તે પીએમ રિલીફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

SBI ચેરમેને કહ્યું- અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલો ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને ઈનકેસ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.પરબીડિયામાં 2 PDF ફાઇલો પણ છે. આ પીડીએફ ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, તેને ખોલવાનો પાસવર્ડ પણ તેમાં આપવામાં આવ્યો છે. SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે પક્ષકારોએ 15 દિવસની વેલિડિટીની અંદર ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરાવ્યા નથી, તેમની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

#એફિડેવિટ #ConnectGgujarat #ઈલેક્ટોરલ બોન્ડ #electoral bonds #electoral bonds Case
Here are a few more articles:
Read the Next Article