શાહરુખ, અજય અને અક્ષયને મળી સરકારી નોટિસ, પાન મસાલાની એડ કરવી ભારે પડી......

પાન મસાલાની જાહેરાતના મામલામાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટિસ પાઠવવામાં આવી

શાહરુખ, અજય અને અક્ષયને મળી સરકારી નોટિસ, પાન મસાલાની એડ કરવી ભારે પડી......
New Update

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન દ્વારા પાન મસાલાને પ્રમોટ કરવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચની અવમાનના અરજી પર કેન્દ્ર સરકારે પોતાનો જવાબ આપ્યો છે કે પાન મસાલાની જાહેરાતના મામલામાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલામાં કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે, આવી સ્થિતિમાં આ અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ.

બેન્ચે તમામ દલીલો સાંભળ્યા બાદ આ મામલે આગામી સુનાવણીની તારીખ 9 મે, 2024 નક્કી કરી છે. આ આદેશ જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે અવમાનનાની અરજી પર આપ્યો હતો. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેમણે મૂળભૂત રીતે એવી દલીલ કરી હતી કે અભિનેતાઓ અને મહાનુભાવો સામે પગલાં લેવા જોઈએ જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.

#Akshay Kumar #ShahRukhKhan #Pan Masala advertisement #government notice #પાન મસાલાની એડ #સરકારી નોટિસ #જાહેરાત
Here are a few more articles:
Read the Next Article