આજથી ધો.1થી ધો.12ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

New Update
આજથી ધો.1થી ધો.12ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

આજથી ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ધો.9થી ધો.12ની પ્રથમ પરીક્ષા તા.3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધો.9થી ધો.12માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો કોર્સ રહેશે. ધો.10 અને 125ની પ્રિલિમમાં સંપૂર્ણ કોર્સ હશે.

શૈક્ષણિક સત્ર અને દિવાળી વેકેશન જાહેર કરાયા છે તે મુજબ પ્રથમ સત્ર તા.5 જૂન,2023થી 8 નવેમ્બર, 2023 દરમિયાન 124 દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન તા.9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું જાહેર કરાયું છે.

નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધો.1માં હવે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ એડમિશન મળશે. જ્યારે 5 વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ મળશે.

વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં 20 ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. હાલના હરિફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુ બની રહ્યું છે.

Latest Stories