Connect Gujarat
દેશ

શેરબજારમાં મામૂલી ઉછાળા સાથે કારોબાર થયો શરૂ, સેન્સેક્સ 57500ની ઉપર, નિફ્ટી 17000ની નજીક ખૂલ્યો

શેરબજારમાં મામૂલી ઉછાળા સાથે કારોબાર થયો શરૂ, સેન્સેક્સ 57500ની ઉપર, નિફ્ટી 17000ની નજીક ખૂલ્યો
X

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં મામૂલી ઉછાળા સાથે કારોબાર શરૂ થયો છે. યુએસ ફ્યુચર્સના સંકેતથી બજારને સપોર્ટ મળી રહ્યો છે અને તે આ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 17,000ની નજીક આવી ગયો છે.

આજના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 39.80 પોઈન્ટ ના વધારા સાથે 57,566.90 ના સ્તર પર ખુલ્યો છે. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 39.25 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 16,984.30 પર ખુલવામાં સફળ રહ્યો છે.

આજે, BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 11 શેરો શરૂઆતના વેપારમાં વધારો દર્શાવે છે અને બેન્કિંગ શેરોમાં ઘટાડાથી બજાર નીચે ખેંચાઈ ગયું છે. સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 23 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 26 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. 1 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે.

આજના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર બેંક, ફાઇનાન્શિયલ, આઇટી અને મેટલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. જ્યારે ઓટો અને પીએસયુ બેંકના શેરમાં વેચવાલી છે. આજના કારોબારમાં હેવીવેઈટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 18 શેરો લીલા નિશાનમાં છે અને 12 લાલ નિશાનમાં છે.

Next Story