વૈશ્વિક નબળા સંકેતોથી ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆતથઈ છે. એચડીએફસી લાઇફ, એચસીએલ ટેક્નોલોજીસ, સન ફાર્મા, ટાટા મોટર્સ અને આઇશર મોટર્સ નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે એસબીઆઇ, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટરપ્રાઇઝ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ઘટ્યા હતા.
આજે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આજે શરૂઆતની મિનિટોમાં 800 શેરની શરૂઆત ઉછાળા સાથે અને 600 શેરની શરૂઆત ઘટાડાની સાથે થઈ છે. બેન્ક નિફ્ટીએ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆત કરી છે. આજે નિફ્ટીનો એક પણ સ્ટોક એવો નથી જે 1 ટકાથી વધુ વધ્યો હોય. જોકે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 2 ટકાથી વધુના નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
કેવી રહી હતી માર્કેટની શરૂઆત
શેરબજારની શરૂઆત આજે ઘટાડાની શ્રેણીમાં થઈ છે અને BSE સેન્સેક્સ 129.16 એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 62,839 પર ખુલ્યો છે. આ સાથે NSE નો નિફ્ટી 39.65 પોઈન્ટ્સ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 18,594 પર ખુલ્યો હતો અને આ રીતે તે 18600 ની નીચે સરકી ગયો છે.