Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભયંકર વાવાઝોડુ,5 લોકોના મોત

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભયંકર વાવાઝોડુ,5 લોકોના મોત
X

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. રાજ્યના સીએમ મમતા બેનર્જી રવિવારે રાત્રે જ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે અમે નુકસાનથી વાકેફ છીએ અને વહીવટીતંત્ર તમામ પ્રકારની મદદ માટે ઉભા છે.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથેના જોરદાર પવનને કારણે અનેક ઝૂંપડા અને મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પડી ગયા હતા. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. જોકે, રવિવારે એરિયા મેજિસ્ટ્રેટ શમા પરવીને કહ્યું હતું કે 4 લોકોના મોત થયા છે. જ્યારે હવે બીજી મહિલાના મોતની પણ પુષ્ટિ થઈ

Next Story