/connect-gujarat/media/post_banners/e4d384f218c0f1dd287c325174d3222cf8395d618aa6bbce59d3b531b06c4b1a.webp)
રાજ્યમાં આજે ટેટની મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના 225 કેન્દ્ર પરથી 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. પ્રિલીમ પરીક્ષામાં ઉતિર્ણ ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે.
આજે રાજ્યમાં પ્રીલમ બાદ ટેટની મુખ્ય પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા માટે 225 કેન્દ્ર નક્કી કરાયા છે. જે મુજબ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી પ્રિલિમિનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવારો જ આ મેઇન ટેટની પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર થયું હતું. આજે પ્રલીમ પાસ થયેલા 60 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે
આ પહેલા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જે રાજ્યના 8 મહાનગરોમાં લેવામાં આવી હતી. શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી. જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં.