New Update
/connect-gujarat/media/post_banners/b7dfc0ec0ffbb897e6955f3f7614803a9da59fa87791f1f286d93dbb85fd6db5.webp)
ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઈનલ જેવું સમીકરણોના આધારે કહી શકાય છે. હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે એક બેઠક પર જીત થાય છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ 14 ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભાજપ બે નવા ચહેરાને રાજ્યસભામાં સ્થાન આપી શકે છે. અત્રે જણાવીએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 4 ઉમેદવારો નક્કી કરાશે. સૂત્રો પાપ્ત વિગતો એવી પણ છે કે, માંડવીયા અને રૂપાલાને લોકસભા ચૂંટણી લડાવવાની ભાજપમાં ચર્ચા છે.
Latest Stories